ભરૂચ: આરોગ્ય કર્મચારીઓએ કોરોના વોરિયર્સનું બિરુદ પરત લઈ લેવા કલેક્ટરને કરી રજૂઆત, જુઓ કારણ

New Update
ભરૂચ: આરોગ્ય કર્મચારીઓએ કોરોના વોરિયર્સનું બિરુદ પરત લઈ લેવા કલેક્ટરને કરી રજૂઆત, જુઓ કારણ

ભરૂચમાં આરોગ્ય કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓને મળેલ કોરોના વોરિયર્સનું બિરુદ પરત લઈ લેવા માંગ કરી છે.

રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી તેઓના વિવિધ પડતર પ્રશ્ને આંદોલન ચલાવી રહ્યા છે. પ્રતિક ધરણાં અને હડતાળ સહિતના આંદોલનો બાદ પણ સરકાર દ્વારા તેઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન લાવવામાં આવતા આજરોજ ભરૂચના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ક્લેકટરને આવેદનપત્ર પાઠવી તેઓને આપવામાં આવેલ કોરોના વોરિયર્સનું બિરુદ પરત લઈ લેવાની માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારીમાં આરોગ્ય કર્મચારીઓને કોરોના વોરિયર્સનું બિરુદ આપ્વ્વમાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી,પગાર વધારો અને વિવિધ ભથ્થાનો લાભ આપવો સહિતના પ્રશ્ને આંદોલન કરવા છતા સંવેદનશીલતા નથી દાખવતી. કોરોના મહામારીમાં જીવના જોખમે કામ કરવા છતા સરકાર તેઓની માંગણી ન સ્વીકારી નામ પૂરતું જ કોરોના વોરિયર્સનું બિરુદ આપવામાં આવ્યું છે જે પરત લઈ લેવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories