/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/vacin.jpg)
ચાવજ ખાતે રૂબેલા અને ઓરી રસીકરણ ઝૂંબેશ દરમ્યાન જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ પોતાની પુત્રીને રસી મુકાવી
ભરૂચ જિલ્લાના ચાવજ ખાતે આનંદી નિકેતન શાળામાં રૂબેલા અને ઓરી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાની પુત્રીને રસી આપવામાં આવી હતી. આ રસીની આડઅસર થતી નથી. જે અફવાઓથી દુર રહી આમજનતાને સંદેશો પુરો પાડયો છે. પોતાની દિકરીને રસી મુકાવીને આ સંદેશો પાઠવ્યો છે. જેથી કોઇએ પણ ગભરાવું નહી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/08/vacin1.jpg)
રૂબેલા અને ઓરી રસીકરણથી કોઇ પણ આડઅસર થતી નથી. જેથી ૯ માસથી ૧૫ વર્ષના સંતાનો પુત્ર તેમજ પુત્રીને આ રસી મુકાવવા અંગત રસ દાખવી આ ઝૂંબેશમાં સહભાગી થવા જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ અનુરોધ ક્યો હતો.
ભરૂચ જિલ્લામાં ૯ માસથી ૧૫ વર્ષના આશરે ૩,૯૨,૦૦૦ જેટલી સંખ્યાનો સમાવેશ થાય છે. આજદિન સુધી આ ઝૂંબેશમાં ભરૂચ જિલ્લામાં ૧,૪૮,૨૪૨ બાળકોને રસી આપવામાં આવી છે જ્યારે બાકી રહેતા બાળકોને ૨૨ મી ઓગષ્ટ સુધીમાં આ રસીકરણ ઝૂંબેશ પૂર્ણ કરવામાં આવશે એમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.