કોરોનાકાળમાં વધતા કેસો અને મૃત્યુ આંક, સિવિલ હોસ્પિટલમાં પણ વ્યવસ્થાઓનો અભાવ , હોસ્પિટલોમાં બેડ ન મળવા તમામ હોસ્પિટલો ફૂલ થતા લોકો હોમઆઇસોલેટ થઈ રહ્યા છે, ઓક્સીજનની અછત, રેમડેસીવીર ઈન્જેકસનો ની કલાબજારી…
સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના અણઘડ વહીવટ અને સરકારની ખોટી નીતિઓ તેમજ સંકલનના અભાવે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.
કોરોના સંક્રમણની ચેન તોડવા સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જીલા કલેકટર કચેરી તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રતીક ઘરણા પર બેસી સરકારની અણઆવડતનો વિરોધ કર્યો હતો.આ ધરણાં કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ રણા,સંદીપ માગરોળા,શહેર પ્રમુખ વિકી શોકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.