Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે કરાયું રક્તદાન

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે કરાયું રક્તદાન
X

ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિવિધ રીતે રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો રાહુલ ગાંધીના જન્મ દિવસને લઈને ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં રક્તદાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ૫૦મી વર્ષગાંઠ નિમિતે ભરૂચ કોંગ્રેસ દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્ક પર રક્તદાનનું આયોજન કરાયું હતું. કહેવાય છે ને કે રક્તદાન એ મહાદાન તેને સાર્થક કરવા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કોગેસના પ્રમુખ પરિમલ સિંહ રણા, નાઝુભાઈ ફડવાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા.

Next Story