New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/30142559/maxresdefault-252.jpg)
ભરૂચની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહે છે ત્યારે હવે કોરોનાથી મૃત્યુ પામેલી મહિલાના શરીર પરથી સોનાના દાગીના ચોરાયાં હોવાનો આક્ષેપ થયો છે.
ભરૂચ શહેરમાં રહેતાં એક મહીલાનું ઓકિસજન લેવલ ઘટી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલથી સ્મશાન લઇ જતી વેળા મહીલાના શરીર પરથી સોનાની બંગડી અને ચેઇન ગાયબ જણાયાં હતાં. આ બાબતે મૃતકના પુત્રએ સિવિલ હોસ્પિટલમાં જાણ કરી હતી પણ યોગ્ય જવાબ મળ્યો ન હતો. આખરે પુત્રએ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
Latest Stories