ભરૂચ: બે સ્થળોએ કોરોના રસીકરણનો કેમ્પ યોજાયો

New Update
ભરૂચ: બે સ્થળોએ કોરોના રસીકરણનો કેમ્પ યોજાયો

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં પણ કેઓરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બે સ્થળોએ કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા રસીકરણની ઝડપ પણ વધારવામાં આવી છે. ભરૂચ જિલ્લા આરોગી વિભાગ દ્વારા આજરોજ બે સ્થળોએ વિના મૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્બન હેલ્થ સેન્ટર ધોળીકુઈ દ્વારા સિનિયર સીટીઝન માટે શહેરમાં દાંડિયા બજાર રાણાપંચની વાડી તેમજ લલ્લુભાઇ ચકલા ખાતે દશા મોઢ ની વાડીમાં આ કેમ્પ યોજાયો હતો જેમાં 45 વર્ષથી વધુની ઉમરના લોકોને કોરોનાની રસી વિના મૂલ્યે મૂકવામાં આવી હતી. આકેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો

Latest Stories