ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ

New Update
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ

નેશનલ લોક અદાલતમાં પોસ્ટ લીટીગેશનના ૩.૯૨૩ તેમજ પ્રી-લીટીગેશનના ૩.૭૦૪ આમ કુલ મળી ૭૬૨૭ કેસો જિલ્લામાં નિકાલ માટે મુકવામાં આવ્યા.

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તેમજ તાબાની તાલુકા કોર્ટોમાં આજે સવારે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી.જે મુખ્ય જિલ્લા ન્યાયાધીશના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તેમજ તાબાની તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી.એમ ભટ્ટના માર્ગદર્શન હેઠળ તેમજ પી.જી.સોની સેકેટરીના સંચાલન હેઠળ આજ રોજ સવારે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી.એમ ભટ્ટના વરદ હસ્તે નેશનલ લોક અદાલત નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા હેડ કવાટર્સના ન્યાયાધીશ તેમજ વકીલ બારના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થીત રહ્યા હતા.

આ નેશનલ લોક અદાલતમાં પોસ્ટ લીટીગેશનના ૩.૯૨૩ તેમજ પ્રી-લીટીગેશનના ૩.૭૦૪ આમ કુલ મળી ૭૬૨૭ કેસો જિલ્લામાં નિકાલ માટે મુકવામાં આવ્યા હતા.

Latest Stories