ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમરેલીના બાબરા ખાતેથી ઝડપી પાડ્યો
ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપી મોહિત રાવત ડેર હાલ અમરેલીના બાબરા ખાતે તેના ઘરે છે. જેવી બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો ગુજરાત |
ભરૂચ એલસીબીના વિવિધ સ્કોર્ડ દ્વારા ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા આરોપીની યાદી બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપી મોહિત રાવત ડેર હાલ અમરેલી જિલ્લાના બાબરા ખાતે તેના ઘરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોહિત ડેરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
