/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/01165722/CG_bhu_cykalist-1-april.jpg)
ભરૂચ સાયક્લિસ્ટ ગૃપના સભ્યો દ્વારા સાયક્લિંગ કરી નર્મદા નદીના કિનારે આવેલ રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે 1લી એપ્રિલના રોજ એપ્રિલ ફુલ ડેની ભરૂચ સાયક્લિસ્ટ ગૃપના સભ્યોએ અનોખી રીતે ઉજવણી કરી હતી.
તા. 1લી એપ્રિલના રોજ લોકો અલગ અલગ રીતે એપ્રિલ ફુલ ડે માનવતા હોય છે, ત્યારે ભરૂચ સાયક્લિસ્ટ ગૃપના સભ્યોએ પર્યાવરણની ચિંતા સાથે અનોખી રીતે એપ્રિલ ફુલ ડે મનાવ્યો હતો. જેમાં વહેલી સવારે ભરૂચથી સાયક્લિંગ કરી પવિત્ર નર્મદા નદીના કિનારે ગોલ્ડન બ્રીજ નજીક રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ સાયક્લિસ્ટ ગૃપના સભ્યોએ અનોખી રીતે એપ્રિલ ફુલ ડેની ઉજવણી કરી લોકોને પણ આ પ્રકારે વિશિષ્ટ દિવસોની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે ભરૂચના સાયક્લિસ્ટ રાજેશ્વર રાવ, શ્વેતા વ્યાસ, સંજય બીનીવાલા સહિત ભરૂચ સાયક્લિસ્ટ ગૃપના અન્ય સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો સાથે જ તમામ સભ્યોએ વૃક્ષારોપણના કાર્યક્રમને પણ સફળ બનાવ્યો હતો.