દહેજ પોલીસે વિશ્વાસઘાતના ગુનામાં 15 વર્ષથી ફરાર આરોપીની મહારાષ્ટ્ર પાલઘર ખાતેથી કરી ધરપકડ

ભરૂચના દહેજ પોલીસ મથકના વિશ્વાસઘાતના ગુનામાં  છેલ્લા પંદર (૧૫) વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહેગામ-ભગવાનપુર બાંધ, તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશ હાલ ગામ-કુડે બોટ.તા.મનોર જી.પાલઘર મહારાષ્ટ્ર ખાતે આવેલ હોવાની બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં જઇ મળેલી બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.