ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવતા વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે ઊચેડીયા જવાના રસ્તે દીપડો મૃત હાલતમાં હોવાનું સ્થાનિકોએ વન વિભાગને જણાવ્યું હતું. રાણીપુરા માનવ સ્કૂલ પાસેથી ઉચેડીયા તરફ જતા રોડની નજીકની ખુલ્લી જગ્યામાં દિપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઝઘડીયા વન વિભાગ દ્વારા તેનો કબજો લઇ જરૂરી કાર્યવાહી કરી દીપડાનું મરણ શા કારણે થયું છે, તે બાબતની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાંથી પણ એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ભરૂચ : રાણીપુરા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો, વનવિભાગે તપાસ શરૂ કરી
રાણીપુરા માનવ સ્કૂલ પાસેથી ઉચેડીયા તરફ જતા રોડની નજીકની ખુલ્લી જગ્યામાં દિપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો.
