/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/3-1.jpeg)
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ગ્રાસીમ લીમીટેડનાં સહયોગથી દેરોલ ગામ ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
“સ્કીલ સે સંપૂર્ણ સ્વચ્છતા” કાર્યક્રમ અંતર્ગત જન શિક્ષણ સંસ્થા ભરૂચ ગ્રાસીમ લીમીટેડ વીલાયતનાં સહયોગથી ભરૂચ તાલુકાનાં દેરોલ ગામે પર્યાવરણ આધિન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યાર બાદ ગ્રામજનોમાં જાગૃતિ આવે તે હેતૂસર સ્વચ્છતા, સંડાસની ઉપયોગીતા અને આરોગ્ય માટે સ્વયં સ્વચ્છતા જાગૃતિ ઉપર જે. એસ. એસનાં રિસોર્સ પર્સન દ્વારા વકતવ્ય રજુ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં મહાત્માગાંધી ફાઉન્ડેશનનાં દિવ્યજીતસિંહ ઝાલાએ પોતાની આગવી શૈલીમાં ગ્રામજનોને સ્વચ્છતા કાર્યક્રમ માટે વિગતવાર સમજ આપી હતી અને ગ્રાસીમનાં સી.એસ.આર દિલીપભાઇ કોરાડીયા, મિતેષભાઇ સુરતી અને તૃપ્તીબેન પટેલ હાજર રહયા હતા. અને સી. એસ. આર પ્રવૃત્તિ અંગે ગ્રામજનોને માહીતગાર કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેજલબેન શાહ તથા ગીતાબેન સોલંકીએ કર્યુ હતું.