• ભરૂચની પૂર્વપટ્ટી પર આવેલું છે ગામ

  • નવા શુકલતીર્થ ગામને ગ્રામપંચાયતનો દરજ્જો નહીં

  • ગ્રામજનોને પીવાના પાણી માટે પણ વલખા

  • પ્રાથમિક સુવિધાઓનો અભાવ

  • પંચાયતનો દરજ્જો આપવા માંગ

ભરૂચના નવા શુકલતીર્થ ગામને ગ્રામપંચાયતનો દરજ્જો ન મળતા ગામમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાની પૂર્વ પટ્ટી પર આવેલ નવા શુક્લતીર્થ ગામમાં પીવાના પાણી માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ગામના રહેવાસીઓને પાણી માટે દૂર દૂર સુધી વલખા મારવા પડે છે. એક બોર ખોદી આપવામાં આવ્યો છે પણ માત્ર દેખાવા પૂરતો જ છે. બોર પર  મોટર જેવી સુવિધા પણ નથી કરી આપવમાં આવી નથી.
આ ગામને આજદિન સુધી સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો નથી. જેના પરિણામે ગામમાં જરૂરી વિકાસના કામો વર્ષોથી અટવાયેલા છે. રસ્તા, પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે.આ સમસ્યાના ઉકેલ માટે નવા શુક્લતીર્થ ગામના બે સભ્યોને બાજુના કરજણ ગામની ગ્રામ પંચાયત સાથે જોડવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કરજણ ગ્રામ પંચાયત દ્વારા આજદિન સુધી નવા શુક્લતીર્થ ગામ માટે કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ યોજનાઓને મંજૂરી આપવામાં આવી નથી ત્યારે ગ્રામપંચાયતનો દરજ્જો વહેલી તકે આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.