ભારતીય પોલીસ સેવાના અધિકારી સતીશ ગોલચાને દિલ્હી પોલીસ કમિશનર પદેથી દૂર કરવામાં આવ્યા.1994 બેચના AGMUT કેડરના IPS અધિકારી અનુરાગ કુમારને દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અનુરાગ કુમાર હાલમાં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
ભારત સરકારના અંડર સેક્રેટરી રાકેશ કુમાર સિંહ દ્વારા જારી કરાયેલા એક આદેશમાં અનુરાગ કુમારને તેમણે ચાર્જ સંભાળ્યો તે તારીખથી આગામી આદેશ સુધી દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
નવા અધિકારી ચાર્જ સંભાળ્યા પછી સતીશ ગોલચાને તેમની આગામી પોસ્ટિંગ માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.IPS અધિકારી ગોલચાને 22 ઓગસ્ટ, 2025 ના રોજ દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમણે તિહાર જેલના ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી.
