New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/16164654/maxresdefault-101.jpg)
કોરોનાના કહેરની વચ્ચે ફરજ બજાવી રહેલાં પત્રકારોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે ઉકાળા તથા દવાઓનું વિતરણ કરાયું હતું.
ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે સ્થિતિ વિકટ બની રહી છે. આવા સંજોગોમાં દરેક વ્યકતિના મનમાં ડર પેસી ગયો છે. ભરૂચ શહેર તથા જિલ્લાના સમાચારો અને ઘટનાઓના કવરેજ માટે દોડતાં રહેતાં પત્રકારો માટે વહીવટીતંત્ર તેમજ નગરપાલિકાના ઉપક્રમે આર્યુવેદિક ઉકાળા તેમજ દવાઓના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા અને મુખ્ય અધિકારી સંજય સોની સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.