/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/12174912/maxresdefault-52.jpg)
ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહયું છે ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કલેક્ટર સાથે મુલાકાત કરી આરોગ્યપ્રદ સેવા વધારવાની માંગ કરી હતી.
ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ બે કાબૂ બની રહ્યું છે અને સેંકડો લોકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. આજે હાઈકોર્ટે પણ ભરૂચની સ્થિતિ બાબતે ચિંતા વ્યક્ત કરતી હતી ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કલેક્ટર સાથે મુલાકાત કરી હતી. જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલસિંહ રણા,સંદીપ માંગરોળા સહિતના આગેવાનોએ ભરૂચ ક્લેકટર ડો.એમ.ડી.મોડીયા સાથે મુલાકાત કરી હતી અને જીલ્લામાં આરોગ્યપ્રદ સુવિધા વધુ સઘન બનાવવાની માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની વાત કરવામાં આવી રહી છે પરંતું પ્રાથમિક આરોગ્ય કેદ્ર પાસે પૂરતો સ્ટાફ નથી. સાધન અને સુવિધા નથી તે સાથે હાલ ટીકાકરણ ઉત્સવ કરવાની વાત કરવામાં આવે છે પરંતું હાલ કોરોના ટેસ્ટ અંગે સઘન ઝુંબેશ શરૂ કરવાની જરૂર હોવાની રજૂઆત કરવામાં આવી હતી.