ભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, જુઓ કેટલા રૂપિયાની પુરાંતવાળા બજેટને અપાય મંજૂરી

New Update
ભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, જુઓ કેટલા રૂપિયાની પુરાંતવાળા બજેટને અપાય મંજૂરી

ભરૂચ જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં રૂપિયા 20.51 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપે 22 વર્ષ બાદ પૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે ત્યારે ચૂંટણી બાદ આજરોજ પ્રથમ સામાન્ય સભા મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં ઉપ પ્રમુખ ભરત પટેલ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.વી.લટા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાનયા સભામાં વર્ષ 2021-22ના રૂપિયા 20.51 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.બજેટમાં રૂપિયા 491.67 કરોડની આવક સામે 207.31 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનો સત્તાપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે

Latest Stories