ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું 80.59% તો સામાન્ય પ્રવાહનું 93.37% પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે
ભરૂચ | સમાચાર
May 4, 2026 · 1 min read
ભરૂચ જિલ્લાનું પરિણામ જાહેર
ધોરણ 12 બોર્ડનું પરિણામ
માર્ચ 2026માં લેવાય હતી પરીક્ષા
સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
કહી ખુશી કહીં ગમનો માહોલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનો આજરોજ પરિણામ જાહેર થયું છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37% તો વિજ્ઞાન પ્રવાહનું 80. 59 ટકા પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રેડ વાર પરિણામ પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં A-1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ, A-2 માં 251,B-1 માં 439,B-2 માં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હવે કેન્દ્ર વાર પરિણામની ટકાવારી પર નજર કરીએતો વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું 83.59 ટકા, અંકલેશ્વર કેન્દ્રનું 77.40 ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું 88.41 ટકા અને જંબુસર કેન્દ્રનું 68.24 ટકા પરિણામ જાહેર થયું છે.
હવે વાત કરીએ સામાન્ય પ્રવાહની તો સામાન્ય પ્રવાહમાં A-1 ગ્રેડમાં 71 વિદ્યાર્થી, A-2 ગ્રેડમાં 454 વિદ્યાર્થી,B-1 ગ્રેડમાં 1073 વિદ્યાર્થી, B-2 ગ્રેડમાં 1843 વિદ્યાર્થી અને NI 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનુ 92.66 ટકા, ભરૂચ કેન્દ્રનું 90.53 ટકા, ઝાડેશ્વર કેન્દ્રનું 93.58 ટકા, જંબુસર કેન્દ્રનું 92.71 ટકા, નેત્રંગ કેન્દ્રનું 99.31 ટકા, હાંસોટ કેન્દ્રનું 91.74 ટકા, વાલીયા કેન્દ્રનું 92.90 ટકા,થવા કેન્દ્રનું 96.48 ટકા, દયાદરા કેન્દ્રનું 91.75 ટકા, આમોદ કેન્દ્રનું 94.58 ટકા, ઝઘડિયા કેન્દ્રનું 93.89 ટકા અને દહેજ કેન્દ્રનું 98.25 ટકા પરિણામ જાહેર થયું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે