ભરૂચ : મુંબઈમાં ડો. બાબા સાહેબના નિવાસ સ્થાને સ્મારક રાજગૃહ પર થયેલ હુમલા અંગે દલિત સંગઠને કલેકટરને પાઠવ્યું આવેદન

New Update
ભરૂચ : મુંબઈમાં ડો. બાબા સાહેબના નિવાસ સ્થાને સ્મારક રાજગૃહ પર થયેલ હુમલા અંગે દલિત સંગઠને કલેકટરને પાઠવ્યું આવેદન

ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબડેકર ના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન સ્મારક રાજગૃહ ઉપર અસામાજીક તત્વો એ કરેલા હુમલા પ્રકરણ માં સમગ્ર ઘટના ને ભરૂચ દલિત અધિકાર સંઘ દ્વારા વખોડી અસામાજીક તત્વો સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

publive-image

ડૉ.બાબાસાહેબ આંબડેકર ના અમરક રાજગૃહ ઉપર તારીખ ૭-૭-૨૦૨૦ ના રોજ સાંજે કેટલાક સમાજ વિરોધ તત્વો દ્વારા હુમલો કરી તોડફોડ કરી નુકશાન કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના અત્યંત દુઃખદ અને વેદનાપૂર્ણ છે. સામાજીક સમરસતા મંચ,ગુજરાત પ્રાંત આ હુમલાની ઘટનાને આક્રોશ સાથે વખોડે છે અને અસામાજીક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે ભરૂચ દલિત અધિકાર સંઘ ગુજરાત દ્વારા ભરૂચમાં દલિત સમાજ સહિત દ્વારા સેવાભાવી સંસ્થાઓને ઉપસ્થિત રહી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી

Latest Stories