ભરૂચના આમોદ નગર સેવા સદનના ફૈયાઝ પાર્કમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. સોસાયટીમાં પાણીની લાઇનનું અપાયું હતું જો કે તેમાં ભંગાણ સર્જાતા ભાર ચોમાસે રહીશો બે દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે.
આમોદના નગરજનોની પ્રાથમિક જરૂરિયાત એવી પાલિકા સંચાલિત પીવાના તેમજ રોજિંદા જીવન વપરાશ માટેના પાણીની લાઈનમાં નવ નિર્મિત રેસીડેન્સીમાં નવું જોડાણ આપવાની અરજી થાનિકો દ્વારા કરવામાં આવતા થોયદા દિવસ અગાઉ તંત્ર દ્વારા મુખ્ય પાણીની લાઇનમાં ફૈયાઝ પાર્કમાં જોડાણ આપવામાં આવ્યું હતું. જો કે આ જોડાણમાં ભંગાણ સર્જાતા સ્થાનિકો પાણી માટે ભાર ચોમાસે જાણે વલખાં મારી રહ્યા છે.આ અંગે નગર સેવા સદનમાં વારમવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પાણી ન માલ્ટા લોકોએ વેચાતું પાણી લાવી જીવન નિર્વાહ કરવાની ફરજ પડી રહી છે.જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની સ્થાનિકો દ્વાર ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170