ફ્રાન્સ આ સમયે જીવન નિર્વાહના ખર્ચ સામે રસ્તા પર ઉતરી આવ્યું છે. પેરિસ સહિત અન્ય જગ્યાઓ પર મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ વચ્ચે લિમોગેસનું ઐતિહાસિક ટાઉન હોલ ભીષણ આગની લપેટમાં આવીને ધરાશાયી થઈ ગયું છે. આ 143 વર્ષ જૂનું છે. તેને વર્ષ 1873માં બનાવવામાં આવ્યું હતું. વિશ્વયુદ્ધ ઝીલનારી આ ઇમારતનું ઉદ્ઘાટન વર્ષ 1883માં થયું હતું, પરંતુ હવે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં તેને આગચાંપી દેવામાં આવી છે. લોકો વધતી મોંઘવારી અને ઈંધણના ભાવોને લઈને રોષે ભરાતા ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

લિમોગેસમાં સ્થિત ટાઉન હોલની ઇમારત ખૂબ જ નષ્ટ થઈ ચૂકી છે. આ ઐતિહાસિક ઇમારતના નુકસાનને વારસા માટેની સૌથી મોટી આપત્તિ કરાર આપવામાં આવી છે. પ્રદર્શનકારીઓ તરફથી ઇમારતને નિશાન બનાવવા પર સખત નિંદા થઈ રહી છે. પ્રદર્શનકારીઓએ પહેલા ટાઉન હોલની બહાર પોલીસની ગાડીને નિશાન બનાવી. તેમાં આગ લગાવી, બારીઓ તોડી અને ઇમારતમાં ઘૂસીને તેને આગના હવાલે કરી દીધી. હવે વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવી છે.

ફ્રાન્સના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે શનિવારે થયેલા વિરોધ પ્રદર્શનોમાં આશરે 5.5 લાખ લોકો સામેલ થયા. જ્યારે સીજીટી યુનિયનનું કહેવું છે કે તેમાં 8 લાખ પ્રદર્શનકારીઓએ ભાગીદારી કરી. બીબીસીના રિપોર્ટ મુજબ, આશરે 1200 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ફ્રાન્સના શહેરોમાં આગચંપી, લૂંટફાટ અને તોડફોડ થઈ છે.