ભરૂચ : 3.3ની તીવ્રતાના ભૂકંપે ધરા ધ્રુજાવી, લોકો દોડી આવ્યા ઘરની બહાર

ભરૂચ :  3.3ની તીવ્રતાના ભૂકંપે ધરા ધ્રુજાવી, લોકો દોડી આવ્યા ઘરની બહાર
New Update
  • ભુકંપની તીવ્રતા રીકટર સ્કેલ પર 3.3 રીકટર સ્કેલ નોંધાઇ
  • ભુકંપનું એપી સેન્ટર ભરૂચથી સાત કીમી દુર દક્ષિણમાં

ભરૂચમાં 2018 બાદ ફરી ભુકંપનો આંચકો અનુભવાયો છે. સોમવારે રક્ષાબંધનના તહેવારની સમી સાંજે અચાનક ધરા ધ્રુજવા લાગતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. 

રક્ષાબંધનના તહેવારની ઉજવણીનો ભરૂચવાસીઓમાં ઉત્સાહ હતો તેવામાં સાંજે 5 વાગીને 20 મિનિટના અરસામાં થોડી સેકન્ડો માટે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભરૂચ તથા નર્મદા જિલ્લામાં એપી સેન્ટર હોય તેવા અત્યાર સુધીમાં 18થી વધારે ભુકંપના આંચકા નોંધાઇ ચુકયાં છે. બંને જિલ્લામાં આવેલાં ભુકંપની મહત્તમ તીવ્રતા 5.4 જયારે ન્યુનતમ તીવ્રતા 2.6 રીકટર સ્કેલની નોંધાઇ છે. ભરૂચ જિલ્લામાં છેલ્લે 2018ની સાલમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભુકંપનું એપી સેન્ટર વાલીયા નજીક ભેંસખેતર અને ભમાડીયા ગામ વચ્ચે નોંધાયું હતું અને તીવ્રતા 3.7 રીકટર સ્કેલ રહી હતી. રક્ષાબંધનના દિવસે આવેલાં ભુકંપની તીવ્રતા 3.3 રીકટર સ્કેલ તથા એપી સેન્ટર ભરૂચથી દક્ષિણમાં સાત કીમી દુર હોવાનું જાણવા મળી રહયું છે.

ભુકંપ કે ધરતીકંપ શું હોય છે?

સામાન્ય સંજોગોમાં સ્થિર જણાતી ધરતીના પેટાળમાં અનેક પ્રકારના કુદરતી હલનચલન થતાં રહે છે. વર્ષોથી ચાલતી હલનચલનની પ્રક્રિયાના પરિણામો ભૂસ્તરમાં સતત દબાણ અને ખેંચાણ તેમજ અંદરના પડોના હલનચલનથી ખડકોની આંતરિક રચના તુટે છે જેથી ધરતીના પેટાળમાં ઉર્જા‍ વિસ્ફોટ થાય છે અને ધરતી પર ધ્રુજારી અને કંપન સ્વરૂપે ભુકંપ સર્જા‍ય છે. ધરતીના પેટાળમાં ઉર્જા‍ વિસ્ફોટથી ઉદભવતા તરંગો ચોતરફ પ્રસરતાં તેના પ્રભાવ હેઠળ ધરતીને ધ્રુજાવે છે. આજદિન સુધી ભુકંપના બનાવોના ચોકકસ સ્થળ અને સમય તેમજ પરિણામો અંગે પૂર્વાનુમાન કરવાનું શકય બન્યું નથી.

#Bharuch #Gujarat #Connect Gujarat #Ankleshwar #Gujarat Earth Quake #Bharuch Earth Quake
Here are a few more articles:
Read the Next Article