ભરૂચ : ભુકંપના આંચકાથી ધરા ધ્રુજી, જુઓ કેવો હતો શહેરનો માહોલ

New Update
ભરૂચ : ભુકંપના આંચકાથી ધરા ધ્રુજી, જુઓ કેવો હતો શહેરનો માહોલ

ભરૂચમાં સોમવારે રક્ષાબંધનના તહેવારે જ સમી સાંજે ભુકંપનો આંચકો આવ્યો હતો. આંચકાની તીવ્રતા રીકટર સ્કેલ પર 3.3 ની તેમજ એપી સેન્ટર ભરૂચથી સાત કીમી દુર સરદારબ્રિજના દક્ષિણ છેડે નદી કીનારે આવેલાં નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસે નોંધાયું હતું.

સોમવારના રોજ ગુજરાત તથા મહારાષ્ટ્રમાં અમુક સ્થળોએ ભુકંપનો આંચકો આવ્યો હતો. ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. કોરોના વાયરસના કહેરના કારણે લોકોમાં ભયનો માહોલ છે તેવામાં આવેલાં ભુકંપના આંચકાથી લોકો ફફડી ઉઠયાં હતાં. શકિતનાથ, કસક, લીંક રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. ભુકંપના કારણે નુકશાનના કોઇ અહેવાલ સાંપડયાં નથી. લોકોને અફવાઓથી દુર રહેવા અને શાંતિ જાળવી રાખવા કલેકટર એમ.ડી. મોડીયાએ અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં છેલ્લે 2018માં ભુકંપનો આંચકો અનુભવાયો હતો અને તેની તીવ્રતા 3.7 રહી હતી.

Latest Stories