ભરૂચના આમોદ તાલુકાના માગરોલ ગામ પાસે ઇકો કારને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ Eeco ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું.અકસ્મતમાં વાહનને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.