ભરૂચ: વાલીયા A.P.M.C.ના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી, ચેરમેન તરીકે સંદીપસિંહ માંગરોલાની બિનહરીફ વરણી

New Update
ભરૂચ: વાલીયા A.P.M.C.ના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી, ચેરમેન તરીકે સંદીપસિંહ માંગરોલાની બિનહરીફ વરણી

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકામાં ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ વાલીયાના પ્રમુખ-ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની ટમૅ પૂર્ણ થતાં બીજી ટમૅ ચૂંટણી નાયબ નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જીલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ ભરૂચની અધ્યક્ષતામાં બજાર સમિતિ વાલિયાના કાર્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે સંદીપસિંહ માંગરોલા નામની દરખાસ્ત રજૂ થતા સંદીપસિંહ માંગરોલાની ફરી એકવાર બીજી ટમૅ માટે ચેરમેન તરીકે બિનહરીફ વરણી થયેલ છે. જ્યારે બજાર સમિતિની મળેલી સામાન્ય સભામાં વાઇસ ચેરમેન તરીકે નેત્રંગના ખેડૂત અગ્રણી હાર્દિકસિંહ સુરેન્દ્રસિંહ વાંસદીયાની પણ બિનહરીફ વરણી થતાં નેત્રંગ, વાલીયા તાલુકાના ખેડૂત મિત્રો સહિત વેપારી આલમમાં બિનહરીફ વરણી થતા આનંદની લાગણી ફરી વળી છે .

Latest Stories