• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું

  • બેલેટ પેપરથી મતદાનનું આયોજન

  • ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓએ કર્યું મતદાન

  • કર્મચારીઓએ ઉત્સાહભેર લીધો ભાગ

ભરૂચમાં સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ફરજ બજાવનાર શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે વિશેષ મતદાન પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી.મામલતદાર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ મતદાનમાં 200થી વધુ કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર પર હાજર રહી શકતા ન હોવાથી તેઓ માટે પૂર્વ મતદાનની આ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી માધવી મિસ્ત્રીના નિરીક્ષણ હેઠળ આ મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી.કર્મચારીઓમાં મતદાન પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.