Connect Gujarat
Featured

ભરૂચ : કોરોના વેક્સિનેશન માટે યુવાનોમાં ભારે ઉત્સાહ, લાંબી કતારોમાં પણ ઊભા રહીને લીધી રસી

ભરૂચ : કોરોના વેક્સિનેશન માટે યુવાનોમાં ભારે ઉત્સાહ, લાંબી કતારોમાં પણ ઊભા રહીને લીધી રસી
X

ગુજરાત સ્થાપના દિનના દિવસથી જ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે, તેવા 10 જિલ્લાઓને રસીકરણ અભિયાનમાં આવરી લીધાં છે, ત્યારે ભરૂચ શહેરમાં પણ 18 વર્ષ કે, તેથી વધુ વય ધરાવતાં યુવાનોમાં રસી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.


ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ નવજીવન શાળા ખાતે કોરોના વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તો વહેલી સવારથી જ રસી લેવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. આ રસીકરણ કેન્દ્ર ખાતે 18થી 44 વર્ષની વય ધરાવતાં જે કોઈ વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે લોકોને રસી આપવામાં આવી હતી. જોકે રસી લેવા આવનાર વ્યક્તિએ પોતાની સાથે ઓળખ માટે આધારકાર્ડ, પાનકાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ લાવવાનું પણ જણાવાયું હતું, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી છે.

Next Story