આમોદ તાલુકાના એક ગામમાં બળાત્કાર હત્યા અને પોસ્કોના ગુનાની તપાસને લઈને પોલીસની અલગ અલગ 5 ટીમો દ્વારા આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.પણ તપાના 10 દિવસ ઉપરાંત વીતી ગયા છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે.
આમોદ તાલુકા ના સરભાણ ગામે રહેતી સગીરા ગામની સીમમાં લાકડાં વીણવા માટે સાંજના સમયે ગઈ હતી અને લાકડાં વીણી ઘરે નાંખી ફરીથી લાકડાં વીણવા ગઈ હતી.ત્યારબાદ ૮ મી નવેમ્બરના રોજ સાંજના છ કલાકે કપાસના ખેતરમાં તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ત્યાર બાદ આમોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.અને સગીરાના મૃતદેહને સુરત સિવિલ હોસ્પીટલ ખાતેથી પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા તેમા સગીરા સાથે બળાત્કાર કરી તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જેથી આમોદ પોલીસ સ્ટેશને બળાત્કાર તેમજ હત્યા અને પોસ્કો હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે.ગુનાની તપાસ માટે પોલીસની પાંચ અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.જેમાં સ્થાનિક પોલીસ,સર્કલ પોલીસ અધિક્ષક જંબુસરની ટીમ,નાયબ પોલીસ અધિક્ષક જંબુસરની ટીમ,એલ.સી.બી.તેમજ એસ.ઓ.જી.શાખાની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.જો કે 10 દિવસનો સમય વિતી ગયો હોવા છતાં આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે આરોપીઓ ક્યારે ઝડપાય છે એ જોવું રહયું
