New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/04173127/h.jpg)
ભરૂચ જિલ્લામાંથી વડોદરા અને મુંબઇને જોડતાં એકસપ્રેસ વેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ધુળ ઉડતી હોવાથી પાકને નુકશાન થતું હોવાની ફરિયાદ સાથે આમોદના સુથોદરા ગામના ખેડુતોએ કલેકટરને રજુઆત કરી છે.
આમોદ તાલુકાના સુથોદરા ગામ પાસેથી વડોદરા મુંબઇ એક્સપ્રેસવે કામગીરીથી સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. એકસપ્રેસ હાઇવે બનાવવાની કામગીરી દરમિયાન માટી ઉડવાના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો દ્વારા સમસ્યાને લઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાકટર દ્વારા ધરતીપુત્રોને ધમકી આપવામાં આવી છે. ત્યારે નુકશાની ના વળતર તેમજ કોન્ટ્રાકટર પર કાર્યવાહી કરવા મુદ્દે શુક્રવારના રોજ ખેડૂતોએ કલેકટર કચેરીએ પહોંચી કલેકટર ને રજૂઆત કરી યોગ્ય ન્યાય કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.