ભરૂચ: ઝઘડિયા GIDCની બ્રિટાનીયા કંપનીમાં આગનું છમકલું
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ગુજરાત | સમાચાર
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહિ નોંધાઇ હતી.
ભરૂચની ઝઘડિયા GIDCમાં અનેક કંપનીઓ આવેલી છે.જેમાં અનેક વખતે કામગીરી દરમિયાન આગ લાગવાના બનાવો બનતા રહે છે.ગતરોજ રાત્રીના પણ બ્રિટાનિયા બિસ્કીટ બનાવટી કંપનીના એક પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી.જેના કારણે કંપનીમાં રાત પાળીમાં કામ કરતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.આગ લાગતા જ કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતાં.આગની જાણ ઝઘડિયા ફાયર ફાયટરોને કરતા તેઓ તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
