-
ભરૂચના જંબુસરમાં રાજકીય હલચલ
-
કોંગ્રેસની સભા યોજાઈ
-
એઆઇસીસીના સેક્રેટરી શ્રીનિવાસ રહ્યા ઉપસ્થિત
-
પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા કોંગ્રેસમાં જોડાયા
-
અન્ય 40 કાર્યકરોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો
ભરૂચ: જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસમાં જોડાઈ ઘરવાપસી કરી, 40 કાર્યકરોએ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
ભરૂચના જંબુસરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે. કોંગ્રેસની સભામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં 40થી વધુ કાર્યકર્તાઓએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. સમાચાર
ભરૂચના જંબુસરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે. કોંગ્રેસની સભામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં 40થી વધુ કાર્યકર્તાઓએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.
ભરૂચના જંબુસરના સિટીગ્રાન્ડ ખાતે યોજાયેલી કોંગ્રેસની સભામાં પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે.2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કિરણ મકવાણાએ હવે પાર્ટીમાં ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ સાથે ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.આ સાથે જ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પીઢ કાર્યકર અને જિલ્લા ઉપપ્રમુખ કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર પણ કોંગ્રેસમાં જોડાયા છે.તેમજ વંદનાબેન પટેલ સહિત 30થી 40 કાર્યકર્તાઓએ પણ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.આ કાર્યક્રમમાં AICC સેક્રેટરી અને દક્ષિણ ગુજરાત પ્રભારી શ્રીનિવાસના હસ્તે તમામને કોંગ્રેસનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ માટે ચિંતાજનક બાબત એ રહી કે જંબુસર નગરમાં યોજાયેલી આ પ્રથમ મોટી સભામાં અપેક્ષા મુજબ ભીડ જોવા મળી ન હતી.
સભામાં ખુરશીઓ ખાલી જોવા મળતા કાર્યકરોમાં પણ નિરસતા નજરે પડી હતી.
