ભરૂચ: સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં અત્યારસુધીમાં 485 મૃતદેહના અંતિમ સંસ્કાર,જુઓ સંચાલકોને શું પડી રહી છે મુશ્કેલી

New Update
ભરૂચ: સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં અત્યારસુધીમાં 485 મૃતદેહના અંતિમ સંસ્કાર,જુઓ સંચાલકોને શું પડી રહી છે મુશ્કેલી

ભરૂચમાં નર્મદા નદીના કિનારે બનાવવામાં આવલે સ્પેશ્યલ કોવિદ સ્મશાનમાં ત્યાર સુધીમાં 485 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે ત્યારે કોવિડ સ્મશાનના સંચાલકોને તંત્ર દ્વારા સુવિધા ન અપાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે

વૈશ્વિક મહામારી કોરોનાએ ફરીવાર ઊથલો માર્યો છે અને સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ભરૂચ અને અંકલેશ્વરમાં સ્મશાન ગૃહો માનવ વસાહત નજીક આવેલા હોવાથી સ્થાનિકોના વિરોધના કારણે વહીવટી તંત્ર દ્વારા રાજયમાં સૌ પ્રથમવાર નર્મદા નદીના કિનારે સ્પેશલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું જ્યાં 4-7-2020થી અત્યાર સુધીમાં 485 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોરોના પોઝેટિવ અને શંકાસ્પદ મૃતકોના આ જ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાય છે જો કે અહી અંતિમવિધિ કરતાં લોકોને સુવિધા આપવામાં ન આવતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યુ હતું કે તેઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતા તંત્ર દ્વારા રિન્યૂ નથી કરાતો અને તેઓને પી.પી.ઇ.કીટ પણ આપવામાં આવતી નથી

સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જીલ્લામાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને તારીખ 1 માર્ચ બાદ રોજના સરેરાશ 10 કેસ નોધાય રહ્યા છે આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ત્યારે કોવિડ-19ની ગાઈડ લાઇનનું પાલન કરી સુરક્ષિત રહેવા કનેક્ટ ગુજરાત અપીલ કરે છે

Latest Stories