ભાવનગરમાં કૌટુંબિક કલેશ બન્યો ઉગ્ર

સામાન્ય બાબતમાં પત્નીએ પતિ પર કર્યો જીવલેણ હુમલો

દંપતિ વચ્ચેની તકરારમાં પત્નીએ કટર વડે પતિને પહોંચાડી ગંભીર ઈજા

૩૦ વર્ષીય તુલસીભાઈ લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા

હોસ્પિટલ ચોકી પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું,અને પત્નીએ પતિ પર કટર વડે હુમલો કરીને ગંભીર પહોંચાડી હતી.

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલ પ્રગતિ નગરમાં રહેતા દંપતિ વચ્ચે અચાનક કોઈ સામાન્ય બાબતને લઈને બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સામાં અંધ થયેલી પત્નીએ આવેશમાં આવીને ઘરમાં પડેલા કટર વડે પોતાના પતિ પર હુમલો કરી દીધો હતો.

આ હુમલામાં ૩૦ વર્ષીય યુવક તુલસીભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કટર વાગવાને કારણે યુવક લોહીલુહાણ થઈ જતાં આસપાસના લોકો તેમજ પરિજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ ચોકી ખાતે રહેલી પોલીસ કાફલાએ તુરંત નોંધ લઈ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદ અને નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.