ભરૂચ : કચરાપેટીઓમાંથી પ્લાસ્ટિકનો કચરો આરોગતાં ગૌમાતા, માનવતા મરી પરવારી કે શું ?

ભરૂચ : કચરાપેટીઓમાંથી પ્લાસ્ટિકનો કચરો આરોગતાં ગૌમાતા, માનવતા મરી પરવારી કે શું ?
New Update

તમે કચરાપેટીઓની આસપાસ ગાયો તેમજ અન્ય પ્રાણીઓને જોયા હશે. કચરાપેટીમાં નાંખવામાં આવેલાં કચરાને તેઓ ફંફોસી નાંખે છે અને તેનું કારણ છે કદાક કઇ ભોજન મળી જાય... કચરાપેટીમાં પ્લાસ્ટિકની કોથળીઓની ભરમાર હોય છે ત્યાં બિચારા પ્રાણીઓને પ્લાસ્ટિક સિવાય ખાવા શું મળે. હિંદુ સમાજની માતા ગણાતી ગૌમાતા પ્લાસ્ટિકની થેલીઓ આરોગ્ય પોતાનું આરોગ્ય જોખમમાં નાંખે છે. ગૌસેવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ કચરાપેટીની આસપાસ ગૌમાતાઓ માટે તેમની માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહયું છે...


ભારતની રાજનિતિ હોય કે ધાર્મિક ક્ષેત્ર દરેકમાં ગાય મહત્વનું સ્થાન ધરાવે છે. આજે ગૌવંશ બચાવો, ઘરે ઘરે ગાયો પાળો સહિતના અનેક અભિયાનો ચાલી રહયાં છે પણ આપણી અને તંત્રની બેદરકારી ગાય માતાને પ્લાસ્ટિક આરોગવા પર મજબુર કરી રહી છે. હવે તમને જણાવીશું બધા પ્રાણીઓમાં માત્ર ગાયને જ કેમ માતાનું બિરૂદ આપવામાં આવ્યું છે. સમુદ્ર મંથનમાં ઘણી બધી અમુલ્ય વસ્તુઓ મળી હતી અને તેમાં કામધેનું ગાયનો પણ સમાવેશ થાય છે. આ કામધેનું ગાય ગુરૂ વશિષ્ઠને આપવામાં આવી હતી. ગુરૂ વશિષ્ઠ પાસે 8 થી 9 પ્રકારની ગાયો હતો. જેમાં કપિલા, કામધેનુ, નંદિની અને ભૌમા ખુબ વિશિષ્ટ પ્રકારની ગાયો હતી. કામધેનુ ગામને પામવા માટે રાજાઓ અને ઋુષિમુનિઓએ અનેક યુધ્ધો કર્યા હતાં અને કહેવાય છે કે ગુરૂ વશિષ્ઠે પણ તેમના 100 પુત્રો ગુમાવી દીધાં પણ કામધેનુ ગામ કોઇને આપી ન હતી. આખરે રાજ ઇન્દ્રએ કામધેનુ ગાયની ચોરી કરી હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આથી આદિકાળથી ગાયમાતાનું ખુબ મહત્વ રહેલું છે. ગાયમાં 33 કરોડ જેટલા દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે.


ભરૂચના દરેક વોર્ડમાં કચરાપેટીઓ મુકવામાં આવી છે જે સારી બાબત છે પણ અમે ખરાબ બાબત તરફ ધ્યાન દોરવા જઇ રહયાં છીએ. કચરાપેટીઓ ખુલ્લી હોવાથી ગાય અને શ્વાસ સહિતના પ્રાણીઓ તેમાં સરળતાથી મોઢા નાંખી કચરો બહાર કાઢી નાંખે છે. આ કચરો તેઓ આરોગી જતાં હોય છે. જો કચરાપેટીઓ કે ઉકરડાઓની આસપાસ જાળી નાખવામાં આવે તો પ્રાણીઓના પેટમાં જતું પ્લાસ્ટિક રોકી શકાય તેમ છે અને આપણે પણ જયારે કચરો નાંખવા જઇએ ત્યારે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા જઇએ તે જરૂરી છે. ભરૂચ શહેરમાં પાંજરાપોળ આવેલી છે જયાં અનેક ગાયોને રાખવામાં આવી છે. ગૌપ્રેમીઓ પાંજરાપોળ ખાતે જઇને ગાયમાતાને ચારો તેમજ અન્ન આપી રહયાં છે. હવે સાંભળીએ ગૌપ્રેમીઓ અને પાંજરાપોળના સંચાલકો શું કહી રહયાં છે...



ભરૂચ નગરપાલિકાને સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાંટ વિકાસના કામો માટે આપવામાં આવે છે ત્યારે ગૌમાતાના સંવર્ધન માટે અમુક રકમ ફાળવવામાં આવે તો સાચા અર્થમાં આપણે ગાય માતાનું સૌવર્ધન કરી શકીશું. જયારે ગાય સુરક્ષિત રહી શકશે ત્યારે જ આપણે ગૌરવથી બોલી શકીશું ગાય હમારી માતાએ... નહિતર અનેક માતાઓ પ્લાસ્ટિકનો કચરો આરોગી ભગવાનના ધામ પહોંચી જશે..

#Cow #Animal #bharuch nagarpalika #plastic bag #Save Animal #Gujarart #Gir Cow #Trash cans
Here are a few more articles:
Read the Next Article