ભરૂચ : મહમદપુરા APMCની સામાન્ય સભા યોજાઇ, APMCના વિવિધ પ્રશ્ને થઈ ચર્ચા

New Update
ભરૂચ : મહમદપુરા APMCની સામાન્ય સભા યોજાઇ, APMCના વિવિધ પ્રશ્ને થઈ ચર્ચા

ભરૂચ શહેરના મહમદપુરા વિસ્તારમાં આવેલ APMCની સામાન્ય સભા મળી હતી. જેમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ નોધાવવામાં આવ્યો હતો.

ભરૂચના મહમદપુરા વિસ્તારમાં આવેલ APMCની સામાન્ય સભા બુધવારના રોજ મળી હતી. જેમાં APMCના વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં લાવવામાં આવેલ કૃષિ કાયદાનો પણ વિરોધ નોધાવવામાં આવ્યો હતો. આ બાબતે આગેવાનો દ્વારા આગામી સમયમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવશે. 

સમગ્ર બેઠક દરમ્યાન APMCના ચેરમેન અરુણસિંહ રણા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેઓ APMC બાબતે ધ્યાન નથી આપતા જેનો ભોગ વેપારીઓ અને ખેડૂતોએ બનવું પડે છે. જેમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રણા તેમજ અન્ય હોદ્દેદારો અને APMCના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories