-
વિદેશની ધરતી પર ગૂંજ્યું ભારતનું નામ
-
સમસલ પટેલે પાવરલિફ્ટિંગમાં દેશને અપાવ્યું ગૌરવ
-
કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ રચ્યો ઈતિહાસ
-
ખંત, મહેનત અને મક્કમ મનોબળથી મેળવી સફળતા
-
નોટિંગહામ ખાતે સમસલ પટેલે ગોલ્ડ પર જમાવ્યો કબજો
ભરૂચની દીકરી સમસલ પટેલે સાત સમંદર પાર વિદેશની ધરતી પર ભારતનો તિરંગો લહેરાવ્યો છે. યુનાઇટેડ કિંગડમના નોટિંગહામ ખાતે યોજાયેલા WRPF UK World Cup 2026માં સમસલ પટેલે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે.
ભરૂચની સમસલ પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે પાવરલિફ્ટિંગની દુનિયામાં ભારત, ગુજરાત અને પોતાના વતન ભરૂચનું નામ રોશન કર્યું છે. આ વર્લ્ડ કપમાં વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે સમસલ પટેલે પોતાની તાકાત અને ટેકનિકનો એવો પરિચય આપ્યો કે ગોલ્ડ મેડલ સીધો ભારતના ખાતામાં આવી ગયો છે.
આ ઐતિહાસિક સફળતા પાછળ સમસલ પટેલની રાત-દિવસની સખત મહેનત, શિસ્ત અને યોગ્ય માર્ગદર્શન છુપાયેલું છે. સમસલ પટેલે ભરૂચના પ્રખ્યાત RS Fitness ખાતે કોચ હર્ષિલ પટેલની દેખરેખ હેઠળ સખત ટ્રેનિંગ લીધી હતી. કોચ હર્ષિલ પટેલના સચોટ માર્ગદર્શન અને સમસલની કમરતોડ મહેનતના પરિણામે આજે આ વૈશ્વિક સિદ્ધિ હાંસલ થઈ છે. સમસલની આ સફળતા આજે ભરૂચ અને દેશના લાખો યુવાનો માટે એક નવી પ્રેરણા બની ગઈ છે.
સમસલ પટેલની આ ઐતિહાસિક જીત બદલ WRPF India, PFI, ગુજરાત સ્પોર્ટ્સ પાવરલિફ્ટિંગ એસોસિએશન તેમજ RS Fitness Bharuch દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ભરૂચની આ દીકરી પર અત્યારે અભિનંદનનો અવિરત વરસાદ થઈ રહ્યો છે.
