-
ભરૂચમાં કરાયુ આયોજન
-
જીએનએફસીના 50 વર્ષની ઉજવણી
-
સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો
-
લોગોનું કરાયુ અનાવરણ
-
ભવ્ય શોભાયાત્રા નીકળી
ભરૂચ: GNFCના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી,લોગોનું કરાયુ અનાવરણ
ભરૂચની GNFCના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સમાચાર
ભરૂચની GNFCના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GNFCએ તેની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ કરી એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે. આ સુવર્ણ જયંતિના અવસરે ભરૂચની નર્મદાનગર ટાઉનશિપ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના પાંચ દાયકાના યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઇઝ યુનિયનના સભ્યો દ્વારા સંયુક્ત રીતે જી.એન.એફ.સી.ના ‘સુવર્ણ જયંતિ વર્ષ’ના વિશેષ લોગોનું અનાવરણ કર્યું હતું. આ સાથે જ કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઇઝ યુનિયનના સભ્યો દ્વારા લીલી ઝંડી બતાવીને એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રામાં જી.એન.એફ.સી.ની સ્થાપનાથી લઈને આજ સુધીની વિવિધ સિદ્ધિઓ, સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો અને તકનીકી પ્રગતિને દર્શાવતા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
