ભરૂચ: કોરોનાના કહેર વચ્ચે જિલ્લાની જનતા માટે સારા સમાચાર, સિવિલ હોસ્પીટલમાં RTPCR ટેસ્ટિંગ લેબ થશે શરૂ

New Update
ભરૂચ: કોરોનાના કહેર વચ્ચે જિલ્લાની જનતા માટે સારા સમાચાર, સિવિલ હોસ્પીટલમાં RTPCR ટેસ્ટિંગ લેબ થશે શરૂ

કોરોનાનો કહેર દિનપ્રતિદિન સતત વધી રહ્યો છે. ત્યારે કોરોનાના ટેસ્ટ માટે પણ લોકો કતારોમાં જોવા મળી રહ્યા છે. ભરૂચ જીલ્લામાં હજી સુધી કોવિડ19 માટે RTPCR ટેસ્ટિંગ લેબ કાર્યરત ન હોવાથી લોકોને ઘણી અગવડતા પડી રહી છે.

ભરૂચમાં વધતાં કેસો વચ્ચે માત્ર કોવિડના સેમ્પલસ કલેકશન સેન્ટરો જ હતા. જેમાં દર્દીઓના સેમ્પલ્સ લઈને તેને ટેસ્ટિંગ અર્થે સુરત લેબમાં મોકલવામાં આવતા હતા અને ત્યાર બાદ પરીક્ષણ થઈને રિપોર્ટ આવતા સમયનો બગાડ પણ થતો હતો. ત્યારે ભરૂચના રાજકીય આગેવાનો અને નાગરીકો દ્વારા કરાયેલી રજૂઆતને પગલે આખરે સરકાર દ્વારા ભરૂચમાં પણ કોરોનાના RTPCR ટેસ્ટ માટે લેબની સુવિધા જલ્દી શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા હાલ તો તાત્કાલિક ધોરણે લેબ ઉભી કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે જ્યારે RTPCR ટેસ્ટિંગ મશીન પણ ભરૂચ આવી ગયું છે અને તેનું સેટઅપ પણ સિવિલ હોપિટલ ખાતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી તારીખ 20-21 એપ્રિલ સુધી ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લેબ કાર્યરત થઈ જશે. ત્યારે લોકોએ પણ આ સુવિધાને લઇને સંતોષ વ્યક્ત કર્યો છે તેમજ જિલ્લા કોંગ્રેસે પણ વહીવટી તત્રનો આભાર માન્યો હતો.

Latest Stories