New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/12162813/maxresdefault-48.jpg)
ભરૂચના આમોદમાં વકરતી જતી કોરોનાની પરિસ્થિતીને અંકુશમાં લેવા માટે સ્વયં ભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જેને સારું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.
આમોદ તાલુકામાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાને લઈ આમોદ નગર પાલિકા દ્વારા લેવાયેલા સ્વયંભુ લોકડાઉનને સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો. કોરોના મહામારીની ચેઈન તોડવા ગઈ કાલે આમોદ નગર પાલિકા ખાતે વેપારીઓ અને આગેવાનો સહિત એક બેઠક યોજાઇ હતી જેમાં ગ્રામજનો દ્વારા તાલુકામાં વધતાં જતાં કેસોને ધ્યાને લઈ આમોદમાં સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીના સમયમાં બજારો રાબેતા મુજબ ચાલુ રહેશે જ્યારે બપોરના બે વાગ્યા પછી સ્વયંભૂ લોક ડાઉન કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો જેને ગ્રામજનો અને વેપારીઓનું સજ્જડ સમર્થન સાંપડ્યું હતું.
Latest Stories