New Update
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ગ્રાન્ટેડ શાળાના પટાવાળાનો શાળા બદલી કેમ્પ યોજાયો હતો. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ જે ગ્રાન્ટેડ શાળામાં 500 વિદ્યાર્થીઓની સંખ્યા સામે એકથી વધારે પટાવાળા હોય એમને જે શાળામાં પટાવાળા ન હોય ત્યાં ફરજ પાર હાજર કરવાના રહેશે.
સરકારના પરિપત્ર મુજબ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ગ્રાન્ટેડ શાળાના પટાવાળાનો શાળા બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં 31 જેટલા પટાવાળાએ ભાગ લીધો હતો જેઓને તેઓ જે શાળામાં ફરજ બજાવતા હોય તેમની નજીકની શાળામાં જ નિમણુંક આપવામાં આવી હતી.જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મહેતાના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો.
Latest Stories