ભરૂચ : ગુમાનદેવના મહંતને મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો, ભાજપના સાંસદે ઠાલવ્યો રોષ

New Update
ભરૂચ : ગુમાનદેવના મહંતને મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો, ભાજપના સાંસદે ઠાલવ્યો રોષ

ઝઘડીયાના ગુમાનદેવ નજીક ડમ્પરની ટકકરે ચાર લોકોના મોત થયાં બાદ ઉશ્કેરાયેલાં ટોળાએ મંદિરના મહંતને માર માર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયાં હતાં. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજયમાં સાધુ અને સંતો સલામત નહિ હોવાનું જણાવી ખુદ તેમની પાર્ટીની સરકારની મુશ્કેલીઓ વધારી છે…..

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પ્રખ્યાત ગુમાનદેવ પાસે વાહનની રાહ જોઇ ઉભેલા ચાર લોકોને કચડી મારી ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોના ટોળા ભેગા થઇ ગયાં હતાં. ફરાર થઇ ગયેલાં ડમ્પરની ભાળ મેળવવા લોકોએ મંદિર ખાતે લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજની માંગણી કરી હતી પણ મંદિરના સીસીટીવી બંધ હોવાથી ઉશ્કેરાયેલા ટોળાએ મંદિરના મહંત સાથે મારપીટ કરી હતી. મહંતને ગંભીર ઇજાઓ સાથે અંકલેશ્વરની સરગમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનોએ મહંતની મુલાકાત લીધી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ અંગે એક મહિના પહેલા જ ભરૂચ જિલ્લા કલેકટરને અને જિલ્લા પોલીસ વડાને મેં પત્ર લખ્યો હતો. જેમાં ગુમાનદેવ મંદિર ના મહંત સુરક્ષિત નથી તેમ જણાવ્યું હતું પરંતુ આ બાબતે કોઈ જ પગલા લીધા નથી. જો આ અંગે મારા પત્ર પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો આજની ઘટના બની છે ના બની હોત. આ ઘટનાથી ખરેખર અત્યંત દુઃખ થયું છે અને હવે આવી ઘટના ન બને એ બાબતે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પૂરતી સુરક્ષાવ્યવસ્થા રાખે તે જરૂરી છે. રાજયમાં હવે સાધુ અને સંતો પણ સલામત રહયાં નથી તેમ લાગી રહયું છે. બીજી તરફ મહંત પર હુમલાની ઘટનામાં 60થી વધુના ટોળા સામે મારામારી તથા લુંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Read the Next Article

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું, બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા

New Update
વરસાદ ખબક્યો

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે.

જેમાં પાકિસ્તાનની પાસે  સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આગામી 6 દિવસ ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. , પાટણ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદમાં ભારે નહિ પરંતુ મધ્યમ વરસાદનું અનુમાન છે. અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. ખેડા,પંચમહાલ, આણંદ,  વડોદરા, ભરૂચ, છોટાઉદેપરુ, નર્મદા આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ટૂંકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.