હાંસોટ પોલીસે પાંજરોલી ગામના સરપંચ ફળીયામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા 

ભરૂચ હાંસોટ પોલીસ મથકના પી.આઈ.એન.એ.વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાંજરોલી ગામના સરપંચ ફળીયામાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી રોકડા અને બે મોબાઈલ ફોન મળી કુલ 35 હજારથી વધુના મુદ્દામાલ સાથે ગામના જુગારી રાજુ રામપુકાર વસાવા,હિતેશ જશવંત પટેલ અને અરવિંદ મંગાભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો.