ભરૂચની હાંસોટ પોલીસે આમોદ ગામના નમ્રતા પાર્ક સોસાયટીની પાછળ જુગાર રમતા ચાર જુગારીયાઓને 37 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચની હાંસોટ પોલીસ મથકના પી.આઈ.એન.એ.વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદ ગામના નમ્રતા પાર્ક સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 14 હજાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 37 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને આમોદ ગામના લીમડી ફળિયામાં રહેતો જુગારી સર્જિલ મકસુદ શેખ,સર્જિલ સાકીર મલેક,હસન રાજા શેખ અને વિજય ચંદ્રશેખર પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક જુગારીને વોન્ટેડ જાહેર કર્યો હતો.