/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/05161528/maxresdefault-49.jpg)
ભરૂચ જિલ્લાના વિવિધ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ પ્રશ્નોના સંદર્ભમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
ભરૂચ જિલ્લાના વિવિધ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા કર્મચારીઓએ ગુજરાત જાણતા જાગૃતિ મંચના નેજા હેઠળ વિવિધ પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા કર્મચારીને એજન્સી દ્વારા નિયત વેતન કરતા ઓછું વેતન ચુકવવામાં આવે છે સરકાર દ્વારા સમયાંતરે આપવામાં આવેલ ભથ્થામાં વધારો પગાર વધારો અને અને એરીયર્સ પણ ચુકવવામાં આવતું નથી.
આ અંગે સરકારે તપાસના આદેશ આપ્યા હોવા છતાં જિલ્લા કક્ષાએ અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જો કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો લાભ પાંચમથી કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.