ભરૂચ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર, જુઓ કેમ

New Update
ભરૂચ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર, જુઓ કેમ

પાકિસ્તાને પોતાના નકશામાં ગુજરાતના જુનાગઢ અને માણાવદરને પોતાના દેશનો હિસ્સો બતાવતા ભરૂચમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના પુતળાની બરાબરની ધોલાઇ કરી વિરોધ દર્શાવ્યો હતો.

પાકિસ્તાનની અવળચંડાઇનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાને પોતાના  ભારતના જમ્મુ - કાશ્મીર અને ગુજરાતના જુનાગઢ અને પશ્ચિમ કચ્છના વિસ્તારને પોતાના દેશમાં દર્શાવ્યો હતો. પાકિસ્તાનની નાપાક હરકતના વિરોધમાં આમ આદમી પાર્ટી તરફથી રાજય વ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં એકત્ર થયેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાકિસ્તાન હાય હાય તેમજ ઈમરાન ખાન હાય હાયના નારા લગાડી ઈમરાન ખાનના પૂતળાનું દહન કર્યુ હતું .ઇમરાનખાનના પુતળાની લોકોએ બુટ અને ચંપલથી ધોલાઇ કરી આક્રોશ ઠાલવ્યો હતો.

Latest Stories