ભરૂચ શહેરના ડભોઈયાવાડ નજીક કબ્રસ્તાન પાસે સાપ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે જીવદયા પ્રેમી દ્વારા સાપનું સુરક્ષિત રીતે રેસક્યું કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ડભોઈયાવાડ વિસ્તાર સ્થિત સત્કાર સોસાયટી નજીક કબ્રસ્તાન પાસે સાપ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ સ્થાનિકોએ જીવદયા પ્રેમી મુકેશ વસાવાને કરતાં તેઓ તાતકાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં તેઓ દ્વારા સાપનું રેસક્યું કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રેસક્યું કરાયેલ 2 ફૂટ લાંબો સાપ અત્યંત ઝેરી રસેલ વાઇપર હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ સાપને રેસક્યું કરી લેવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.