ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે તા. ૨૪ અને ૨૫ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ૧૯મું શિક્ષક જ્ઞાનસત્ર યોજાયું હતું. જેમાં શાળાના કુલ ૭૮ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જ્ઞાનસત્રમાં શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો સદુપયોગ, તરુણાવસ્થાના પ્રશ્નો અને પડકારો, કોમ્યુનિકેશન સ્કિલ તથા શિક્ષણમાં શિસ્તનું મહત્ત્વ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

ઉપસ્થિત શિક્ષણવિદોએ ટેક્નોલોજીના યુગમાં શિક્ષકોની ભૂમિકા અને વિદ્યાર્થીઓના માનસિક વિકાસ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમમાં શિક્ષણવિદ્ ઉપેન્દ્રભાઈ પંડ્યા, જ્યોતિરભાઈ પંડ્યા, આઈ.કે. અન્સારી, જયંતિભાઈ ડી. પંચાલ અને હેમંતભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ડિરેક્ટર ડૉ. ભગુભાઈ આઈ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જ્ઞાનસત્ર સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.