ભરૂચ : રાત્રી કારફ્યુનો અમલ શરૂ, ડીવાયએસપી સહિતનો કાફલો પેટ્રોલિંગમાં

New Update
ભરૂચ : રાત્રી કારફ્યુનો અમલ શરૂ, ડીવાયએસપી સહિતનો કાફલો પેટ્રોલિંગમાં

કોરોના સંક્રમણને રોકવા હાઇકોર્ટના આદેશ બાદ સરકારના લોકડાઉનના નિર્ણયને ગંભીરતાથી લેતી ભરૂચ પોલીસ...

કોરોનાના કહેર વચ્ચે વધતા કેસોને પગલે હાઇકોર્ટના નિર્દેશથી ગુજરાત સરકાર દ્વારા તારીખ 7 થી 30 એપ્રિલ સુધી રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી ઇમરજન્સી સેવાઓને છોડી કરફ્યુ મુકવામાં આવ્યો છે.

કોરોનાનું સંક્રમણ રોકવાના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા કરફ્યુના કડક અમલ કરવામાં આવી રહ્યો છે.શહેરના પાંચબત્તી સર્કલ, મોહમદપુરા સર્કલ, રેલવે સ્ટેશન વિસ્તાર, શક્તિનાથ વિસ્તારમાં કરફ્યુ નો પોલીસ વાર ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે,કરફ્યુ ના સમય દરમ્યાન બિનજરૂરી બહાર નીકળતા લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે.આજના કરફ્યુ ના અમલ સાથે પ્રથમ દિવસે ડી.વાય.એસ.પી. વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે વગર કારણે ઘર બહાર નીકળવું નહીં, ઇમરજન્સી હોઈ તો જ ઘરની બહાર નીકળવું,કરફ્યુ નો કડક અમલ કરવામાં આવશે.

Latest Stories