ભરૂચ તાલુકાના ઝનોર ગામે PWDના અધિકારી, મામલતદાર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

ભરૂચ તાલુકાના ઝનોર ગામે જાહેર માર્ગને અડીને કરવામાં આવેલ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગને અડીને અનેકો લોકોએ આડેધડ દબાણો કરી માર્ગ ઉપર આવતા જતા વાહનોને પણ અડચર થાય તે રીતે ગેરકાયદેસર દબાણો કર્યા હતા. જે દબાણો સ્વૈચ્છીક રીતે દૂર કરવા ગામ પંચાયત દ્વારા જાણ કરવામાં આવી હતી, ત્યારે કેટલાક લોકોએ દબાણો હટાવી લીધા હતા, અને કેટલાક લોકોએ પોતાની મનમાની યથાવત રાખી દબાણો દૂર કર્યા ન હતા. જેના પગલે PWDના અધિકારીઓ તેમજ મામલતદાર ઝનોર ગામે આવી પહોચી સરપંચ, તલાટીની હાજરીમાં માપણી કરી જાહેર માર્ગને અડીને કરવામાં આવેલ દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.