ભરૂચ-ઝાડેશ્વર ચોકડી નજીક બે બાળકીને રીક્ષામાં ઉઠાવી જવાનો કરાયો પ્રયાસ

New Update
ભરૂચ-ઝાડેશ્વર ચોકડી નજીક બે બાળકીને રીક્ષામાં ઉઠાવી જવાનો કરાયો પ્રયાસ

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે રીક્ષા મૂકી આરોપી ફરાર

ભરૂચ શહેરમાં આવેલ ઝાડેશ્વર ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં ગત રાત્રિ દરમિયાન ૧૧ વાગ્યાની આસપાસ માં એક ગરીબ પરિવાર સૂઈ રહ્યું હતું. દરમિયાન બે અજાણ્યા ઈસમોએ રિક્ષા લઈને આવી અને આ ગરીબ પરિવાર માં બે નાની બાળકીઓ ઉં.વર્ષ ૮ વર્ષ અને ૧૪ વર્ષનીને રિક્ષામાં આવેલ અજાણ્યા બે શખ્સોએ મોઢા પર હાથ મૂકીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બાળકીઓના કાકા જાગી જતા આ બે આરોપીઓ ઘટનાસ્થળે જ પોતાની રિક્ષા છોડી ફરાર થઈ ગયા હતા.

publive-image

ઘટનાની જાણ થતાં જ ભરૂચ સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ હતી. જ્યારે બે બાળકીઓને પૂછવામાં આવ્યું કે તમારી સાથે શું થયું ? તો જવાબમાં તેમણે જણાવેલ કે બે અજાણ્યા ઈસમો રિક્ષા રિક્ષામાં આવેલ અને અમારા મોઢા ઉપર હાથ દબાવી અમને ઉઠાવી જવાનો પ્રયાસ કરતા હતા.

publive-image

જોકે, હાલ સમગ્ર ઘટનાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.જેમાં પોલીસે રીક્ષા ચાલક સહિતના ઉપર પોસ્કોની કલમા લગાવી તેમને ઝડપી પાડવા કવાયત હાથધરી છે.

Latest Stories